જલે છે જે દીવડો, તારા રે તનમાં, તને તો એ કોણે દીધો
જલે છે જ્યાં એ તારા તનબદનમાં, સ્મરણ એનું તો તું કરજે
સુખદુઃખની પીડાઓમાં, જીવનમાં રહ્યો છે એ પસાર તો થાતો
તારા તન બદનમાં તો જલી જલી રહ્યો છે એ શક્તિ દેતો
અનુભવ કરે ને કરાવે, અનોખો આવો દીવડો, તને કોણે એ દીધો
સદ્ગુણોનું તો જળ પીવરાવી, રહે જીવનને પ્રજ્વલિત તો એ કરતો
જલે જ્યાં એ અનોખા તેજે, મારગ પ્રભુનો રહે એમાં એ દેખાડતો
કર્મોના કોડિયામાં ગયો છે પુરાઈ, છે કર્મો સાથે તો સંબંધ ધરાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)