કોની પાસે મારે જાવું, કોની કૃપામાં મારે નહાવું
કોની સંગે વાતો કરું, કોના ચરણમાં માથું નમાવું
જીવનમાં છે તું એક સ્થાન મારું, કેમ કરી એ ગુમાવું
છે સભર ભરી યાદી એની, એની યાદોમાં હું મહાલું
મળે જીવનમાં જ્યાં એ એક, જીવનમાં ના બીજું કાંઈ માગું
છું અપૂર્ણ એવો જીવ હું, એના વિના તો જીવન અધૂરું
દુઃખદર્દ છે કર્મોના વર્તુળ મારા, એના અંગે બીજે ક્યાં જાવું
હસતાખેલતા વીતે જો જીવન, ધન્ય મને હું તો માણું
અણુ અણુમાં વસી છે જ્યાં એ, મારે તો એવા અણુ થાવું
ચડે હૈયાં ઉપર ભાર જો કદી, ક્યાં મારે તો ખાલી થાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)