નજરથી નજર મળી, પ્રભુ જ્યાં તો તારી, જિંદગીને મળી, નવી જિંદગાની
આશાઓના કરમાયેલા મારા બગીચામાં, નવી બહાર એ તો લાવી
હતા છવાયેલા હૈયાંમાં તો અંધારા, અજવાળાની વીજળી દીધી ચમકાવી
હૈયાંની સૂકી એવી ધરતીને, દીધી ભક્તિથી એમાં એને એવી ભિંજાવી
દુનિયાના દુઃખદર્દ દીધા વીસરાવી, હૈયાંમાં દીધું દૈવી દર્દ તો જગાવી
નજરોમાંથી ઊતરી ગયા જ્યાં હૈયાંમાં સમાઈ, દીધું હૈયાંને પ્રકાશથી અજવાળી
પ્રવેશ્યા જ્યાં એ તો હૈયાંમાં, દીધું હૈયાંને એણે પ્રેમથી તો ઉભરાવી
એકમેકમાંથી તો જ્યાં એ એક બન્યા, દીધું જગત બધું એમાં વીસરાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)