વસ્યું છે કંઈક મારી નજરમાં જે પ્રભુ, વસ્યું છે શું એ તારી નજરમાં
હશે દૃષ્ટિ બંનેની જોવાની જુદી, હશે તોયે એ તો બંનેના ખ્યાલમાં
જાગ્યા તો છે જગમાં તો સહુ, પ્રભુ તારા પ્રેમની તો છત્રછાયામાં
વસીએ તો જ્યાં અમે અમારામાં, લાગો દૂર ત્યારે તો તમે એમાં
દુઃખ અમારું સતાવે અમને, ના સતાવે તમને, છે ફરક તો દૃષ્ટિમાં
છે સ્વર્ગ અમારું તારા ચરણમાં, તારું સ્વર્ગ તો વસ્યું છે પ્રેમભર્યા હૈયાંમાં
દુઃખદર્દ ભર્યા છે અમારી નજરમાં, દિલાસા ભર્યા છે તો તારી નજરમાં
તમે વસ્યા છો અમારી નજરમાં, અમે વસ્યા છીએ તો તમારી નજરમાં
એક વાત તો છે બંનેમાં સરખી, ભરી છે ઇંતેજારી તો બંનેની નજરમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)