Hymn No. 264 | Date: 15-Nov-1985
|
|
Text Size |
 |
 |
કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય સંકલ્પ કર્યાં ઘણા, આયુષ્ય આળસમાં વીતી જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય રોકું ઘણું, તોયે ચિંત્તડું બધે દોડી જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય પુણ્ય ભેગું કર્યું નથી, છે એ તો ખર્ચાઇ જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય જેને ગણ્યા મારા મેં તો, એ તો મને છોડી જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય સુખનો સાગર તું તો છે, મનડું બીજે દોડી જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય લોભ મોહે દોડતું હૈયું, રડતું રડતું રહી જાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય દર્શન કાજે હૈયું તડપે, નયનોમાં આંસુ છલકાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય દર્શનની મળતાં ઝાંખી તારી, હૈયું મારું હરખાય, માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|