હૈયું મારું ભાવના હિંડોળે ઝૂલે (2)
કદી એ તો સુખના પૂરમાં ચડે,
કદી એ તો ઊંડા દુઃખમાં ડૂબે - હૈયું મારું ...
કદી એ તો આશાના તાંતણે ચડે,
કદી એ તો નિરાશામાં ઊંડે ડૂબે - હૈયું મારું ...
કદી એ તો બહુ આનંદે હિલોળે,
કદી એ તો બહુ ચિંતામાં સરે - હૈયું મારું ...
કદી એ તો ક્રોધના પૂરમાં તણાય,
કદી એ તો પ્રેમના ઝૂલે ઝૂલે - હૈયું મારું ...
કદી એ તો કામના તાંતણે બંધાય,
કદી એ તો વૈરાગ્યની જ્વાળામાં જલે - હૈયું મારું ...
કદી એ તો મોહના ચીલે ચડે,
કદી એ તો લોભના લાભે લોટે - હૈયું મારું ...
કદી એ તો સંસારના સાજે સજે,
કદી એ તો ભક્તિના ભાવમાં ડૂબે - હૈયું મારું ...
કદી એ તો સ્થિર ના રહે,
હૈયું મારું ભાવના હિંડોળે સદા ડોલે - હૈયું મારું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)