માનો ના માનો રે માડી રહ્યું નથી હવે, પત્થર હૈયું તો મારું
કરવા માડી, દર્શન જીવનમાં તારા, નથી શું પત્થર હૈયું તો મારું
જીવનના ઘા ઝીલી ઝીલી, બની ગયું હતું પત્થર હૈયું તો મારું
પાયું તારા નામનું અમૃત એને, બન્યું કોમળ પત્થર હૈયું તો મારું
મળ્યું પ્રેમનું જળ પીવા એને ત્યાં તારું, પત્થર હૈયું રહ્યું ના પત્થર હૈયું તો મારું
મળ્યું કરૂણાનું બિંદુ જ્યાં તારું, પત્થર હૈયું રહ્યું ના પત્થર હૈયું તો મારું
ત્યજી કઠોરતા હૈયાંની, બન્યું જ્યાં તમારું, રહ્યું ના પત્થર હૈયું, તો મારું
પીધું કૃપાનું બિંદુ જ્યાં એણે તારું, રહ્યું ના પત્થર હૈયું, પત્થર હૈયું તો મારું
મળ્યું મમતાભર્યું હૈયું તો તારું, રહ્યું ના પત્થર હૈયું, પત્થર હૈયું તો મારું
હૈયાં પર પડયું પ્રેમનું એક કિરણ તારું, રહ્યું ના પત્થર હૈયું, પત્થર હૈયું તો મારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)