દુઃખદર્દને હૈયાંમાં તારા, એક ખૂણામાં તો રહેવા દેજે
લાગે જીવનમાં જ્યાં એકલવાયો તું, સંગાથ એનો તું કરજે
સુખસંપત્તિનો સંગાથ જીવનમાં તો સદા ખોતો રહેશે
દુઃખદર્દની મુસાફરી તો તારે એકલાએ કરવી પડશે
સાગર જેવું હૈયું જીવનમાં રાખવું પડશે, કડવાશ જીવનની પચાવવી પડશે
ધાર્યું જીવનમાં પ્રભુનું થાશે, ભીતરનું જીવન એને સોંપી દેજે
સુખસંપતિના સહવાસમાં, જીવનમાં જોજે ના એમાં છકી જાજે
દુઃખદર્દને દેજે ના મહત્ત્વ ઝાઝું, જીવનના નાથ તરીકે સ્વીકારી લેજે
દુઃખદર્દને છુપાવી હૈયાંમાં, ના જગમાં એને તો તું ગાતો રહેજે
દુઃખ દર્દે છે અંગ જીવનનું, જીવનથી ના એને છૂંટું પાડી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)