દુઃખદર્દની દીવાલ, જ્યાં દિલમાં થઈ ઊભી, બાધા ધ્યાનમાં એ નાખતી રહી
જીવનમાં જ્યાં ના એ હટી કે તૂટી, ધારા ધ્યાનની જીવનમાં તો ના મળી
નજર જીવનમાં જ્યાં મતલબી બની, નજરમાંથી મતલબ તો જ્યાં ના ખસી
ઇર્ષ્યા ને વેરના અગ્નિ રહ્યાં દિલમાં જ્યાં જલી, રાખ એમાં તો ધ્યાનની બની
અપમાનની યાદો હૈયાંમાં તો જ્યાં આવી, ધારા ધ્યાનની એમાં તો તૂટી
અકારણ કે કારણથી જાગ્યો ક્રોધ તો હૈયાંમાં, દોરી ધ્યાનની જાય એમાં તૂટી
અતિશય આશા, ઊછળી તો જ્યાં હૈયાંમાં, કરી ગઈ ધ્યાનમાં બાધા એ ઊભી
આળસને રહ્યું મળતું પ્રોત્સાહન જીવનમાં જ્યાં, ધ્યાનની કડી, શક્યો ના જોડી
બીજી નાની મોટી વાતોને દેજે ના મહત્ત્વ, કરશે ધ્યાનમાં બાધા એ ઊભી
હૈયાંમાં ને મનમાં, રહેશે મોજાઓ ને તરંગો ઊઠતા, ચિત્ત ક્યાંથી શકીશ તું જોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)