આવ્યા આવ્યા ના, પ્રભુ આવ્યા ના જાગ્યા હૈયાંમાં રે ભણકારા
મારા દુઃખ ને મારી ચિંતાઓ દૂર કરનારા એવા રે પ્રભુ
શ્વાસેશ્વાસમાં રહ્યાં સમાઈ, મારી અંદર બહાર ગયા રે ફેલાઈ
મારી પૂજાના, મારી અર્ચનાના, છે જે સ્વીકારનારા એવા રે પ્રભુ
મારા દર્દને જાણનારા, મારી સંભાળ લેનારા એવા રે પ્રભુ
મારી સાથે સાથે રહેનારા, નિત્ય યાદ કરનારા એવા રે પ્રભુ
કૃપાના બિંદુ પાનારા, મને દયાના દાન દેનારા એવા રે પ્રભુ
મારી હોંશ વધારનારા, મારી હોંશને તો ઝીલનારા એવા રે પ્રભુ
મારી ભૂલોના ભૂલનારા, મારા ભાવોને ઝીલનારા એવા રે પ્રભુ
મને પોતાનો ગણનારા, મારા થઈને રહેનારા એવા રે પ્રભુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)