Hymn No. 7578 | Date: 08-Sep-1998
રૂઠયું ભાગ્ય જીવનમાં જેનું, એનું કોઈ રહેવાનું નથી, કોઈ બનવાનું નથી
rūṭhayuṁ bhāgya jīvanamāṁ jēnuṁ, ēnuṁ kōī rahēvānuṁ nathī, kōī banavānuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1998-09-08
1998-09-08
1998-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17565
રૂઠયું ભાગ્ય જીવનમાં જેનું, એનું કોઈ રહેવાનું નથી, કોઈ બનવાનું નથી
રૂઠયું ભાગ્ય જીવનમાં જેનું, એનું કોઈ રહેવાનું નથી, કોઈ બનવાનું નથી
સ્વાર્થના ઓઢીને સહુ અંચળા, એનાથી દૂર ભાગ્ય વિના તો રહેવાનું નથી
સીધી વાત સાંભળશે ના કોઈ જગમાં, મોઢા ફેરવ્યા વિના રહેવાતું નથી
દઈ દઈ દાઝ્યા પર ડામ, દરકાર કોઈ એની તો કરવાનું નથી
દેશે સહુ ફેંકી એકલતાની ખીણમાં, સાથે તો કોઈ રહેવાનું નથી
બની જાશે પ્રેમ દુર્લભ જીવનમાં પ્રકાશ ગોત્યો એને મળવાનો નથી
હરેક કૃત્યો જાશે બની ટીકાને પાત્ર, સહાનુભૂતિ કોઈ દર્શાવવાનું નથી
તારું કર્યું તું ભોગવ, કહી રહેશે છેટા, ભાગ કોઈ પડાવવાનું નથી
ફરશે નજર ત્યારે પ્રભુ તરફ, સાથે ઊભા રહ્યાં વિના એ રહેવાનો નથી
એ એક જ ને ભજી લે તું જીવનમાં, સદા સાથ દીધા વિના રહેવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūṭhayuṁ bhāgya jīvanamāṁ jēnuṁ, ēnuṁ kōī rahēvānuṁ nathī, kōī banavānuṁ nathī
svārthanā ōḍhīnē sahu aṁcalā, ēnāthī dūra bhāgya vinā tō rahēvānuṁ nathī
sīdhī vāta sāṁbhalaśē nā kōī jagamāṁ, mōḍhā phēravyā vinā rahēvātuṁ nathī
daī daī dājhyā para ḍāma, darakāra kōī ēnī tō karavānuṁ nathī
dēśē sahu phēṁkī ēkalatānī khīṇamāṁ, sāthē tō kōī rahēvānuṁ nathī
banī jāśē prēma durlabha jīvanamāṁ prakāśa gōtyō ēnē malavānō nathī
harēka kr̥tyō jāśē banī ṭīkānē pātra, sahānubhūti kōī darśāvavānuṁ nathī
tāruṁ karyuṁ tuṁ bhōgava, kahī rahēśē chēṭā, bhāga kōī paḍāvavānuṁ nathī
pharaśē najara tyārē prabhu tarapha, sāthē ūbhā rahyāṁ vinā ē rahēvānō nathī
ē ēka ja nē bhajī lē tuṁ jīvanamāṁ, sadā sātha dīdhā vinā rahēvānō nathī
|