મિટાવી દે તું મહોબતની દુનિયા, દર્દ વિના ના બીજું કાંઈ મળ્યું છે
ગુમાવી રાત ભરની નીંદ તો તારી, ઇંતેઝારી વિના બીજું શું મળ્યું છે
દેખાડયા દિનભર દીવાસ્વપ્નો એણે, કદી ફળીભૂત ના એ થવાના છે
સુખ સંપત્તિની કરી અવહેલના, અશાંતિ વિના ના બીજું મળ્યું છે
હરેક પળ વીતી યાદમાં એની, બીજી યાદ ના એમાં આવવાની છે
મહોબત વિનાની જિંદગી નથી, તૈયારી દર્દની તો રાખવાની તો છે
લૂંટાવી દીધું ચેન તો એમાં ના ચેન બીજું એમાં તો મળવાનું છે
હશે હૈયાંનું અમૃત ભર્યું એમાં, કાંટાની સેજ એમાં તો મળવાની છે
રીઝે મહોબતની દેવી જેને જીવનમાં, ધરતી ઉપર સ્વર્ગ તો ઉતારવાની છે
ના હિંમતની નથી મહોબતની દુનિયા, જુદી માટીના એ તો ઘડાયા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)