સોણલાં ઘેરી આંખો, કર્યો રાતભરનો ઉજાગરો
વેરી બન્યો વાયરો, ના લાવ્યો પિયુનો સંદેશો
આવતી રહી અને જાગતી રહી, હૈયાંમાં એની તો યાદો
વાયરો બની વેરી, દૂઝતા ઘા પર, રહ્યો વીંઝણો નાંખતો
સમય બનીને વેરી, રહ્યો હૈયાંને તો હરદમ સતાવતો
દર્દના એ દાવાનળને, રહ્યો એ તો ભડકાવતો
મળશું પાછા જલદી, રહી આવતી, યાદભરી એ વાતો
ક્યાં અને કેમ, એ અને એનો સંદેશો તો અટવાયો
દીધો ભાગ્યે શાને સાથ એમાં, કયા ભવનો બદલો વાળ્યો
આંસુડાં લઈ જા હવે તું સંદેશો, પિયુજી વહેલાં વહેલાં આવજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)