હકીકત એ તો હકીકત છે (2)
ના એ, અન્યના જીવનની છે, અમારા ને અમારા જીવનની તો છે
બદલાશે વાયરા, બદલાશે જીવનની ધારા, ના હકીકત બદલાવાની છે
થઇ શરૂ એતો જીવનમાં, જીવનમાં ના પૂરી એ તો થવાની છે
છે ના એ દુનિયદારીથી નિરાળી, જુદી તોયે એ તો લાગે છે
કરું ના કદી વિચાર એનો, નિત્ય તોયે એ જુદી જુદી લાગે છે
દુઃખદર્દથી હોય ભલે એ ભરેલી, ના દુઃખદર્દથી ખાલી ભરેલી છે
જીવ્યા જીવન જેવું જગમાં, દર્પણ એનું જગમાં એ તો બની ગઈ છે
નથી કાંઈ નવું એમાં તો એવું, તોયે નવીને નવી એ લાગે છે
છે જ્યાં એ હકીકત મારીને મારી, મને પ્યારી એવી એ લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)