1985-11-20
1985-11-20
1985-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1757
ગરવા ગણપતિ દેવા, ગરવા ગણપતિ દેવા
ગરવા ગણપતિ દેવા, ગરવા ગણપતિ દેવા
બંધુ કાર્તિક, માતા પાર્વતી, પિતા મહાદેવ જેવા
રિદ્ધિ-સિદ્ધિ છે રાણી, કરે તુજ ચરણોની સેવા
મૂષક પર કરે સવારી, ભક્તોને દર્શન દેવા
રૂપ ધર્યું અનોખું, જગને ગુણ સાર કહેવા
જેણે અપનાવ્યા ગુણો તારા, સંકટ હર્યા તેના
કાન ધર્યા તેં મોટા-મોટા, સર્વેની વાતો સાંભળવા
આંખ ધરી તેં નાની, સર્વ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા
સૂંઢ ધરી તેં લાંબી, સૂક્ષ્મોનો પણ સાર લેવા
પેટ ધર્યું તેં મોટું, સર્વે વાતો સમાવી દેવા
વાહન ધર્યું મૂષક કેરું, કાર્યરત સદા રહેતા
ગ્રહણ કરશે જે આ ગુણો, કાર્ય સફળ થાય તેના
પ્રથમ સ્મરણ કરી હૈયે ધરશે, આ ગુણો એવા
કાર્યો તેનાં સફળ થાયે, હૈયે દેજે આશિષ એવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગરવા ગણપતિ દેવા, ગરવા ગણપતિ દેવા
બંધુ કાર્તિક, માતા પાર્વતી, પિતા મહાદેવ જેવા
રિદ્ધિ-સિદ્ધિ છે રાણી, કરે તુજ ચરણોની સેવા
મૂષક પર કરે સવારી, ભક્તોને દર્શન દેવા
રૂપ ધર્યું અનોખું, જગને ગુણ સાર કહેવા
જેણે અપનાવ્યા ગુણો તારા, સંકટ હર્યા તેના
કાન ધર્યા તેં મોટા-મોટા, સર્વેની વાતો સાંભળવા
આંખ ધરી તેં નાની, સર્વ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા
સૂંઢ ધરી તેં લાંબી, સૂક્ષ્મોનો પણ સાર લેવા
પેટ ધર્યું તેં મોટું, સર્વે વાતો સમાવી દેવા
વાહન ધર્યું મૂષક કેરું, કાર્યરત સદા રહેતા
ગ્રહણ કરશે જે આ ગુણો, કાર્ય સફળ થાય તેના
પ્રથમ સ્મરણ કરી હૈયે ધરશે, આ ગુણો એવા
કાર્યો તેનાં સફળ થાયે, હૈયે દેજે આશિષ એવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
garavā gaṇapati dēvā, garavā gaṇapati dēvā
baṁdhu kārtika, mātā pārvatī, pitā mahādēva jēvā
riddhi-siddhi chē rāṇī, karē tuja caraṇōnī sēvā
mūṣaka para karē savārī, bhaktōnē darśana dēvā
rūpa dharyuṁ anōkhuṁ, jaganē guṇa sāra kahēvā
jēṇē apanāvyā guṇō tārā, saṁkaṭa haryā tēnā
kāna dharyā tēṁ mōṭā-mōṭā, sarvēnī vātō sāṁbhalavā
āṁkha dharī tēṁ nānī, sarva sūkṣma dr̥ṣṭithī jōvā
sūṁḍha dharī tēṁ lāṁbī, sūkṣmōnō paṇa sāra lēvā
pēṭa dharyuṁ tēṁ mōṭuṁ, sarvē vātō samāvī dēvā
vāhana dharyuṁ mūṣaka kēruṁ, kāryarata sadā rahētā
grahaṇa karaśē jē ā guṇō, kārya saphala thāya tēnā
prathama smaraṇa karī haiyē dharaśē, ā guṇō ēvā
kāryō tēnāṁ saphala thāyē, haiyē dējē āśiṣa ēvā
English Explanation |
|
Here, in this bhajan the glory and fame of Lord Ganesha is portrayed-
The famous and renowned Lord Ganpati, famous Lord Ganpati
Your friend is Kartik, mother is Parvati and Your father is Mahadeva
Your queens are Riddhi and Siddhi, You worship their feet
You ride the mushak (the mouse) to bless your devotees
You take different forms, to give knowledge and awakening to the world
The person who has accepted Your virtues, they will not face any struggle or obstacles
Your ears are very large, to listen intently to everyone
Your eyes are very small, to observe everyone with deep keenness
Your trunk is very long, to understand the deep and subtle meaning
Your stomach is very big, to keep all the secrets
Your vehicle is the mushak the mouse, to be alert and industrious always
The people who will ingrain all these virtues, their work and deeds will be successful
The first memories of these virtues will be in the heart, their deeds will be successful, bless them from Your heart
Kakaji, in this bhajan by giving the example of Lord Ganesha tells a human being that if he wants to lead a virtuous and successful life, he must adapt the virtues of the lord which will lead to his success.
|