દર્દ વિનાનું દર્દ જગાવી, જગમાં પ્રભુ તું કયાં છુપાયો
તડપાવી તડપાવીને અમને મજા એમાં તું શું લેતો રહ્યો
પ્રેમ તણું પાથરણું પાથર્યું અમે, ના કેમ એમાં તું આવ્યો
કરી અનેક તોફાનો ઊભા હૈયાંમાં, દૂરથી શાને નિરખી રહ્યો
છુપાઈ છુપાઈ રહ્યો, તારા ઇશારે અમને તો નચાવતો
તારા તરફ મને તો ખેંચ્યો, મારા તરફ કેમ ના તું ખેંચાયો
દર્દે દર્દે બન્યો હું દીવાનો, મને ખાલી કેમ નીરખી રહ્યો
મારા અંતરમાંથી પાડી ના શકું જુદો, એવો છે તું છુપાયો
તારા વિના નથી દુનિયા મારી, મારો ખાલીપો મિટાવો
હર હાલમાં રહીશ ખુશ જગમાં, દર્શન એકવાર તો આપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)