કર્યા કંઈક સરવાળા બાદબાકી ગુણાકારો, ભાગાકારો જીવનના જીવનમાં
સરવાળે છું આજે જેવો હું, એવો શેષ હું તો રહ્યો છું
સમજ્યા વિના કર્યા ગુણાકારો, ભાગાકારો જીવનના તો જીવનમાં
જોઈ જોઈ શેષ મને તો છું જેવો, મનમાં આશ્ચર્ય તો પામ્યો છું
કરી મહેનત ઘણી તો જીવનમા, અંતે હું તો ક્યાં પહોંચ્યો છું
બદલાયા પ્રકારો સરવાળાના બાદબાકીના, શેષ એમાં બદલતો રહ્યો છું
મને ના મિટાવી શક્યો પ્રભુમાં, સરવાળે શેષ હું તો રહ્યો છું
દુઃખદર્દના ઘૂંટયા એકડા ઘણા, સંખ્યા એની બનાવતો રહ્યો છું
હરેક સંખ્યામાંથી કરી જ્યાં પ્રેમની બાદબાકી, શેષ એવો હું રહ્યો છું
પ્રભુ વિના ના ટકશે સંખ્યા, એના વિના નામશેષ હું રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)