હર ક્ષણ જીવનમાં જગમાં તારી, ખતરા વિનાની ખાલી નથી
ક્ષણે ક્ષણે રહ્યું છે મોત કરતું ડોકિયા, કરી રહ્યું છે ઝડપવાની તૈયારી
રહેતો રહ્યો છે ગાફિલ તું જગમાં, નોંધ એની તેં લીધી નથી
ક્ષણે ક્ષણે લઈ રહ્યો છે શ્વાસે તારા, છૂટયો શ્વાસ મળશે કે નહી ખબર નથી
રોગ દર્દ રહ્યાં છે સદા સતાવતા, મારશે અંતિમ ઘા, ક્યારે ખબર નથી
તેજસ્વી સૂર્ય ચંદ્રને પણ જગમાં, ગ્રહણ નડયા વિના તો રહ્યું નથી
પળેપળની શિકાયતો, જગમાં પળ પણ કાંઈ તો સાંભળતી નથી
રહી છે પળ તો દોડતીને દોડતી, ખતરો તો લઈ સાથે ફરતી
દેવામાં ને લેવામાં તો પ્રભુ, પળ ભરની પણ વાર તો લગાડતા નથી
ખતરા વિનાની કે પળ ખતરાની, પ્રભુની પ્રસાદી વિના બીજું કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)