આ તોફાની સંસાર સમુદ્રનો તરવૈયો એક જ દીઠો
હાથ ઝાલે જ્યારે જેનો એ તો, સંસાર તેનો થાય મીઠો
ગળાબૂડ પાણીમાં જ્યારે, કોઈ વહેણમાં ભલે તણાયે
હાથ પકડે જો એ તેનો, સમજો સુખરૂપ કિનારે એ પહોંચ્યો
વમળમાં પણ જો કોઈ અટવાયે, ઝાલી હાથ એ તો તારે
આ તોફાની સંસાર સમુદ્રનો તરવૈયો એક જ દીઠો
પાપી જ્યારે ડરથી ભાગે, પાપો એનાં એને બહુ સતાવે
એવા સમયે હૈયેથી જો પુકારે, હાથ ઝાલી એ તો તારે
એના વિશ્વાસે જો હોડી હંકારે, હોડી એની પહોંચાડે કિનારે
આ તરવૈયો છે બહુ અનોખો, ના દેખાયે તોય સહુને તારે
આ તોફાની સંસાર સમુદ્રનો તરવૈયો એક જ દીઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)