તડપી ઊઠયું છે પ્રેમમાં, પ્રભુ હૈયું તો મારું
તોયે જીવનમાં એ રોગ તો મારો, ના હું પારખી શક્યો
પુકારી રહ્યું છે હૈયું તને મારું, કેમ ના એ સાંભળી શક્યો
અંતરના સાંભળી નાદ તો તારા પ્રભુ, હું જાગી ઊઠયો
નયનો ફરે, તારી મૂર્તિ રમે, બેબાકળો હું બની ગયો
પ્રેમની જલન જાગી હૈયે, પ્રેમમાં તો હું તડપી ઊઠયો
તારામાં જ્યાં રત રહ્યો, સાન ભાન હું ભૂલી ગયો
વીત્યો સમય કેટલો, સમય ના હું જાણી શક્યો
જીવનના રસ લાગ્યા ફિક્કા, રસનો સાગર જ્યાં તું મળ્યો
તૂટી જ્યાં બધી દીવાલો એમાં, તેજનો સાગર તારો નીરખ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)