માનવીની હરેક હાર ને જીતમાં, જગમાં કોઈ તો કારણ છુપાયેલું છે
પણ હરેક હાર કે જીત જીવનમાં, ચિંતનનું કારણ તો આપી જાય છે
હરેક હાર કે જીત જીવનમાં, જીવનને કાંઈ ને કાંઈ તો સમજાવી જાય છે
હાર કે જીત નથી જીવનમાં કાંઈ બધું, તોયે બધું એને બનાવી દેવાય છે
પ્રગટાવે એક દીપક ઉમંગનો, બીજો નિરાશાના સૂરો રેલાવી જાય છે
મળશે એકમાં સાથીઓ ખોટા, બીજામાં ના સાથીઓના દર્શન એમાં થાય છે
ચાહે છે સહુ જીત તો જીવનમાં, ના હારને જીવનમાં તો આવકારાય છે
નાની જીત મેળવવામાં જીવનમાં, માનવી મોટી જીત મેળવવી ભૂલી જાય છે
પ્રેમ, વિશ્વાસને ધીરજની ટૂકડી સાથે, મેળવેલી જીત એ સાચી જીત ગણાય છે
દુઃખદર્દથી હાર્યું તો જે જીવનમાં, જીવનમાં એ મોટી હાર ગણાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)