સત્યના પકડીને પૂંછડા, યુધિષ્ઠિર ધર્મયુદ્ધ કાંઈ નહોતા જીત્યાં
યુદ્ધને વાસ્તવિકતાનો દઈને વળાંક, કૃષ્ણે જીતના કિનારે પહોંચાડયા
દઈ દઈ જીવનમાં એકને મહત્ત્વ, પૂર્ણતાએ એ તો ના પહોંચ્યા
હતી વિશિષ્ઠતા સહુમાં કાંઈને કાંઈ, લઈ લઈ એને એ બહુ ગાજ્યા
દુઃખદર્દના ના કર્યા એમણે તમાશા, સહુ પરિસ્થિતિ સામે લડયા
માન રાખ્યા સહુએ વડીલોના તોયે, સાચા સન્માન ના તો કરી શક્યા
ભરી સભામાં લૂંટાઈ લાજ, સભામાં ધર્મને તો સહુએ નેવે મૂક્યા
પરંપરાઓની કરી વાતો મોટી, પરંપરાઓને તો યુદ્ધમાં ત્યજતા ગયા
હરેકના ધર્મની હતી એમા કસોટી, કોઈ એમાં જીત્યાં કોઈ એમાં હાર્યા
હતા સહુ સમર્થ ગુરુના શિષ્યો, ખેલાયા યુદ્ધ તોયે અભિમાનના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)