Hymn No. 7610 | Date: 23-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-23
1998-09-23
1998-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17597
તારા હાથે, જીવનની હોડી તારી તો ના તું ડુબાડ
તારા હાથે, જીવનની હોડી તારી તો ના તું ડુબાડ ચલાવી ના શકે જીવનમાં એને, ભર ના એટલો તું ભાર હરઘડી ને હર પળે, પડે છે કરવા તારે તારા બચાવ બનીને જીવનનો સાચો તરવૈયો, તારી હોડીને તું તાર વળાંકે વળાંકે વાળજે એને તું, હોડીને સંભાળીને ચલાવ પહોંચવું છે તારી મંઝિલે, તારા જીવનનો તો છે એ સાર પ્રેમ તણા ભરી રાખજે પ્યાલા, પીજે ને પીવરાવ ચલાવવાની છે હોડી તારે તારી, કરવા સંસારસાગર પાર પ્રેમ તો છે જીવનનું કૌવત, ના વેડફજે ના એને ગુમાવજે છે પ્રેમ તો શક્તિશાળી પીણું, છે શક્તિ જગમાં એની અપાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara hathe, jivanani hodi taari to na tu dubada
chalavi na shake jivanamam ene, bhaar na etalo tu bhaar
haraghadi ne haar pale, paade che karva taare taara bachva
bani ne jivanano saacho taravaiyo, taari hodine tu taara
valanke valanke valaje ene tum, hodine sambhaline chalava
pahonchavu che taari manjile, taara jivanano to che e saar
prem tana bhari rakhaje pyala, pije ne pivarava
chalavavani che hodi taare tari, karva sansarasagara paar
prem to che jivananum kauvata, na vedaphaje na ene gumavaje
che prem to shaktishali pinum, che shakti jag maa eni apaar
|
|