મીઠી બંસરી વગાડી કર્યું ધેલું તેં ગોકૂળ ને ગોકુળિયું ગામ
વગાડ વગાડ આજ એવી બંસરી, મારા વ્હાલા વ્હાલા શ્યામ
બંસરીના નાદે ને મુરલીની ધૂને, રમાડ અમને આજે એવા રાસ
કરી પાવન વૃંદાવનની ગલીઓ ને ગોકુળની રજ તમે તો શ્યામ
વ્રજના નરનારીનાં જીત્યાં હૈયાં, જીત્યું તમે તો ગોકુળિયું ગામ
જીત્યા હૈયાં ગોકુળના, ઝૂમી ઊઠી ધરતી ગોકુળની તમામ
મન ભરી ભરી રમાડી રાસ, જીતી લીધા હૈયાં સહુના તમામ
જઈએ ભાવ ભૂલી જગમાં એવા, એવી મુરલી આજ વગાડ
રહી છે આંખ સામે, એક જ મૂર્તિ નાચતી, મારા વ્હાલા વ્હાલા શ્યામ
વગાડ, વગાડ આજ એવી બંસરી, જઈએ ભૂલી સાન ભાન ને કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)