1998-09-25
1998-09-25
1998-09-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17599
સાંભળ્યું ઘણું ઘણું, ધામ અજાણ્યું રહ્યું નથી, જાણીતું થયું નથી

રસ્તા જાણ્યા પહોંચવા ઘણા ઘણા, રસ્તા કોઈ હજી લીધા નથી
વિચારવું હતું ઘણું ઘણું, કાઢી ના નવરાશ દુઃખદર્દમાંથી વિચાર્યું નથી
સ્વીકારી છે મહત્તા પ્રેમની પ્રભુએ, મન મૂકીને પ્રભુને પ્રેમ કર્યો નથી
તેજ જોયા ઘણા ઘણા જીવનમાં, તેજ પ્રભુનું હજી તો જોયું નથી
ભાવના સાગરના ઊછળ્યા મોજા ઘણા ઘણા, પ્રભુનાં ભાવનું મોજું ઊછળ્યું નથી
ભક્ત કાજે રાખ્યું છે આગવું સ્થાન, પ્રભુએ હૈયાંમાં, ભક્ત હજી બન્યો નથી
સ્થિરતા ધ્યાનમાં હજી કેળવી નથી, ધ્યાનમાં પ્રભુ હજી આવ્યા નથી
ધન યૌવનની લાલસા હૈયેથી ઘટી નથી, પ્રભુ પ્રાપ્તિની પ્રબળ લાલસા જાગી નથી
સમજ વિનાની સમજ સાથે જીવ્યો જીવન, સાચી સમજ જીવનમાં આવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāṁbhalyuṁ ghaṇuṁ ghaṇuṁ, dhāma ajāṇyuṁ rahyuṁ nathī, jāṇītuṁ thayuṁ nathī
rastā jāṇyā pahōṁcavā ghaṇā ghaṇā, rastā kōī hajī līdhā nathī
vicāravuṁ hatuṁ ghaṇuṁ ghaṇuṁ, kāḍhī nā navarāśa duḥkhadardamāṁthī vicāryuṁ nathī
svīkārī chē mahattā prēmanī prabhuē, mana mūkīnē prabhunē prēma karyō nathī
tēja jōyā ghaṇā ghaṇā jīvanamāṁ, tēja prabhunuṁ hajī tō jōyuṁ nathī
bhāvanā sāgaranā ūchalyā mōjā ghaṇā ghaṇā, prabhunāṁ bhāvanuṁ mōjuṁ ūchalyuṁ nathī
bhakta kājē rākhyuṁ chē āgavuṁ sthāna, prabhuē haiyāṁmāṁ, bhakta hajī banyō nathī
sthiratā dhyānamāṁ hajī kēlavī nathī, dhyānamāṁ prabhu hajī āvyā nathī
dhana yauvananī lālasā haiyēthī ghaṭī nathī, prabhu prāptinī prabala lālasā jāgī nathī
samaja vinānī samaja sāthē jīvyō jīvana, sācī samaja jīvanamāṁ āvī nathī
|