Hymn No. 7613 | Date: 25-Sep-1998
|
|
Text Size |
 |
 |
તને દૂર કહું, તને પાસે કહું, છે જ્યાં, છે તું ત્યાંની ત્યા, બીજે ક્યાંય ગઈ નથી
Tane Dur Kahu, Tane Pasae Kahu, Che Jya , Che Tu Tyani Tya, Bije Kyay Gaye Naathi
મા, ભગવાન (Almighty Mother, God)
તને દૂર કહું, તને પાસે કહું, છે જ્યાં, છે તું ત્યાંની ત્યા, બીજે ક્યાંય ગઈ નથી પળ પળની નોંધ લેનારી તું, જગમાં કોઈની પળ તો તું વીસરી નથી પામો પ્રેમ ઘણો ઘણો જીવનમાં, તારા પ્રેમની તોલે કોઈ તો આવતું નથી ઇતિહાસની સર્જનહારી, તારા વિના તો ઈતિહાસ જગનો તો પૂરો નથી તું ના હોય ત્યાં જઈ શકાતું નથી, તારા વિના તો જગ તો ખાલી નથી દુઃખદર્દની દીવાનગીઓમાં સમજદારી નથી, તને સમજયા વિના સમજદારી પૂરી નથી રહ્યાં છે રસ્તા રોકી તારાને તારા, જગમાં એ સમજ્યા વિના તો રહેવાનુ નથી ઊઠશે ધડકને ધડકને જ્યાં નામ તારું, ત્યાં જગની મને કાંઈ પરવા નથી કામકાજમાં `મા' તને તો દૂર રાખી, નજદીક તને તો આવવા દીધી નથી ખરચવી છે રાજી કરવા જિંદગાની, જગને રાજી કરવા એને ખરચવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|