Hymn No. 7615 | Date: 02-Oct-1998
|
|
Text Size |
 |
 |
1998-10-02
1998-10-02
1998-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17602
તારી કલ્પનાના જગતમાં, તને બચાવવાવાળું તારું ત્યાં કોઈ નથી
તારી કલ્પનાના જગતમાં, તને બચાવવાવાળું તારું ત્યાં કોઈ નથી તારા સર્જેલા ભૂત પ્રેતો, તને તો ત્યાં, સતાવ્યા વિના રહેવાના નથી હશે ના પ્રવેશ ત્યાં કોઈના, તારા સર્જન વિના બીજું કોઈ નથી સુખદુઃખની ભરતી ઓટ આવશે હૈયાંમાં, અનુભવનાર બીજું કોઈ નથી વેર ઝેરને રોકનાર ને એનો ભોગ બનનાર, તારા વિના બીજો કોઈ નથી અંદરના દૃશ્યોથી ભય પામનાર ને ડરાવનાર, તારા વિના બીજો કોઈ નથી દુઃખદર્દનો સર્જનાર ને અનુભવનાર, તારા વિના ત્યાં બીજો કોઈ નથી બનીશ લીન એવો એમાં ભૂલીશ સગપણ તારું, ભૂલનાર તારા વિના બીજો કોઈ નથી તારી કલ્પનાના ડુંગરો ચડાવનાર ને ગબડાવનાર, તારા વિના ત્યાં બીજુ કોઈ નથી ના કોઈ કહેનાર, રોકનાર કે હિસાબ માગનાર, તારા વિના ત્યાં બીજું કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari kalpanana jagatamam, taane bachavavavalum taaru tya koi nathi
taara sarjela bhuta preto, taane to tyam, satavya veena rahevana nathi
hashe na pravesha tya koina, taara sarjana veena biju koi nathi
sukh dukh ni bharati oot aavashe haiyammam, anubhavanara biju koi nathi
ver jerane rokanara ne eno bhoga bananara, taara veena bijo koi nathi
andarana drishyothi bhaya pamanara ne daravanara, taara veena bijo koi nathi
duhkhadardano sarjanara ne anubhavanara, taara veena tya bijo koi nathi
banisha leen evo ema bhulisha sagapan tarum, bhulanara taara veena bijo koi nathi
taari kalpanana dungaro chadavanara ne gabadavanara, taara veena tya biju koi nathi
na koi kahenara, rokanara ke hisaab maganara, taara veena tya biju koi nathi
|