Hymn No. 7618 | Date: 03-Oct-1998
|
|
Text Size |
 |
 |
1998-10-03
1998-10-03
1998-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17605
લઉં મીઠી નીંદ તારી યાદમાં, `મા' કર્મોમાં સજાગ મને રાખજે
લઉં મીઠી નીંદ તારી યાદમાં, `મા' કર્મોમાં સજાગ મને રાખજે વીસરું ના નામ જીવનમાં તારું `મા', જીવન સદા ધર્મમય રાખજે ના શબ્દો કાઢું જીવનમાં એવા, બની તીર વીંધે હૈયાં સમજ એની આપજે માંડુના ભક્તિની હાટડી જીવનમાં, વિશુદ્ધ ભક્તિ એવી આપજે તનની સુંદરતામાં ના ભાન ભૂલું, દિલની સુંદરતા એવી આપજે વાણીમાંથી નીકળે ના વાક્યો ખોટા, નિત્ય વાક્યો એવા બોલાવજે નિત્ય તને નીરખ્યા કરું જીવનમાં, દૃષ્ટિ મને એવી આપજે હાથ પગ રાખું સ્વસ્થ સદા, સત્કર્મોમાં સદા એને વાળજે મનને નીરંતર રાખું તારા ચરણોમાં, સ્થિરતા એવી તો આપજે જગમાં જીવન છે તારા મિલનનું આંગણુ, સ્વચ્છ એને રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lau mithi ninda taari yadamam, 'maa' karmo maa sajaga mane rakhaje
visaru na naam jivanamam taaru `ma', jivan saad dharmamaya rakhaje
na shabdo kadhum jivanamam eva, bani teer vindhe haiyam samaja eni aapje
manduna bhaktini hatadi jivanamam, vishuddha bhakti evi aapje
tanani sundaratamam na bhaan bhulum, dilani sundarata evi aapje
vanimanthi nikale na vakyo khota, nitya vakyo eva bolavaje
nitya taane nirakhya karu jivanamam, drishti mane evi aapje
haath pag rakhum svastha sada, satkarmomam saad ene valaje
mann ne nirantar rakhum taara charanomam, sthirata evi to aapje
jag maa jivan che taara milananum anganu, svachchha ene rakhaje
|
|