મીટ માંડીને બેઠો છું માડી, આવીશ ક્યારે, સપનામાંથી સાકાર બની
હસતું ને હસતું મુખડું જોઈ તારું માડી, દેશે જીવન મારું ધન્ય એ બનાવી
પળ પર પળ રહી છે વીતી ખાલી, બની ગઈ વિતાવવી એને એમાં આકરી
દહોરાવું ક્યાંથી મારી કહાની, શ્વાસો પણ બની ગયા હવે તો ભારી
સુખ સંપત્તિને ગણું ક્યાંથી મારી, તારા વિનાની લાગે મને એ લૂખ્ખી
હરપળ વગાડી રહી છે, હૈયાંમાં તારા આવ્યાની આશાની તો ઘંટડી
લૂંટી લીધું છે માડી તમે દિલડું મારું, નથી તમારી શકતો હું તો લૂંટી
મુશ્કેલીએ મનને મારા, તમારા ચરણોમાં શક્યો છું હું તો લગાડી
દૂર લાગતા નથી ભલે તમે, દીધો નથી શાને તમારો મને બનાવી
આવો તમે હવે તો સાકાર બની, દેજો ના વાત મારી આ તો ટાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)