આવજે તું આવજે, યાદ કદી કદી તું આવજે કદી કદી તું જાગજે
હતા ભાવોના સંગાથ એમાં, ફરી ફરી આવી, એવા ભાવો જગાવજે
હતા એ કોઈને કોઈ કાર્યો સાથે સંકળાયેલાં એ કાર્યોની યાદ અપાવજે
છે હૈયાં સાથે સંકળાયેલી યાદો, ના જુદી એમાંથી એને તો પાડજે
ધીમે ધીમે આવે કે અચાનક એ જાગે, બંનેને તો તું સત્કારજે
અપાવે યાદો હૈયાં જેની જેવી, હૈયાંમાં સ્થાન એને એવું આપજે
યાદે યાદે યાદોમાં રહેજે ના કુંવારો, હરેક યાદોમાં તો ના ખેંચાજે
યાદો વિનાનું જીવન ના જીવાય, પ્રભુને સતત યાદમાં તો રાખજે
ખોટી ખોટી યાદો સંઘરી હૈયાંમાં, જીવનને બોજારૂપ તો ના બનાવજે
આવજે આવજે, યાદો તો તું આવજે, જીવનને ઊચું તો તું લાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)