જગમાં જ્યાં જ્યાં તું જાશે, વિચારો તારા તારી સાથે આવશે
સારા કે ખોટા, તારા વિચારો, તારો પીછો તો ના છોડશે
વિતી ના પળ કોઈ વિચારો વિનાની, તારા વિચારો તો સાથે આવશે
ખોટા વિચારો તો જીવનમાં તો તને, ઠોકરેને ઠોકરે તો બળ ચડાવશે
ઉન્નત વિચારો તારા તને જીવનના ઉન્નત શિખરો ચડાવશે
વિચારો તો છે પ્રેરક બળ જીવનનું, જીવન એ તો ઘડતું જાશે
રાખીશ વિચારોને નિયંત્રણમાં, જીવનને આંચ ના આવવા દેશે
વિચારો વિનાનું જીવન એ તો સઢ વિનાનું વહાણ બની જાશે
ઉન્નત વિચારો તો જીવનના, ઉન્નત શિખરે તને પહોંચાડશે
વિચારો સારા કે માઠા, બંને આવશે, જાગૃત એમાં રહેવું પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)