બોલી રહ્યું છે અંતર તારું જ્યાં `મા' ની બોલી, ના બીજું તું વિચાર
એની બોલીમાં છે સાર જગનો, સમજીશ તો બનશે મીઠો સંસાર
રાખીશ જોડી જ્યાં મનને ને ચિત્તડાને `મા' માં જોડી, વહેશે એની ધાર
નાચ નચાવ્યા માયાએ તને જગમાં, હવે `મા' ના વિચારોમાં નાચ
એની ધૂનમાં ચોંટશે જ્યાં ચિત્તડું તારું, થાશે જીવનનો બેડો પાર
પહેરીને વિશ્વાસના પગરખાં, વિશ્વાસે સંસાર તાપમાં તો તું ચાલ
હાથ જોડીને નથી બેસી રહેવાનું, કરી કર્મો, કર જીવનમાં કર્મોની રાખ
નાચ નચાવ્યા મને ને માયાએ જગમાં, હવે `મા' ની ધૂનમાં તું નાચ
છે પાસે દિલ જેમ તારું, નથી કાંઈ જગમાં તો દિલ વિનાની માત
તૂટયા હોય જો પ્રેમના તાંતણા તારા, `મા' ની સાથે પ્રેમના તાંતણા બાંધ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)