છે તું કોણ, છે તું કોણ, ના પૂરી તને એની ખબર છે
નથી કાંઈ તું તારું તનડું, જેના કાજે દોડધામ તો તું કરે છે
નથી કાંઈ મનડું તું તારું, લઈને સાથેને સાથે આવ્યો છે
નથી કાંઈ વાસ એ હૈયાંનો, ધડકન જેની તો તું સાંભળે છે
અકર્તા એવો છે તું, છતાં કર્તા એનો તને તો તું માને છે
નથી કાંઈ તું બોલતો કે જોતો, છતાં બોલતોને જોતો આવ્યો છે
નથી કાંઈ વિચાર કરતો તું, તોયે વિચાર તો તું કરે છે
છે શક્તિશાળી પ્રભુનો અંશ તું, અશક્ત શાને તને તું માને છે
નથી કર્તા, બન્યો કર્મોનો કર્તા, ચિંતા એની કરતો આવ્યો છે
શું છે શું નથીની પડ ના ભાંજગડમાં, નિર્લેપ રહેવા સર્જાયો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)