માનવી જ્યાં માનવી મટે છે, ના આ જગનો એ તો રહે છે
દૈવી ભાવનાઓમાં જ્યાં નિત્ય રમે છે, જગ સંઘર્ષ શરૂ એ કરે છે
આસુરી છાયામાં જ્યાં એ તો રમે છે, જગ તો એને ફેંકી દે છે
માન, અપમાન, સન્માન નેવે મૂકી, એમાં ખેંચાતો એ તો રહે છે
પ્રેમને પ્રેમમાં જ્યાં રહે છે, જગને તો એ પોતાનું કરે છે
ક્રોધને ક્રોધમાં તો જ્યાં એ ડૂબે છે, નુકસાન પોતાનું એ તો કરે છે
નફરતની આગમાં જ્યાં એ જલે છે, કોઈને પોતાના ના એ કરી શકે છે
દુઃખની દુનિયામાં જ્યાં એ ડૂબે છે, દુનિયાથી દૂર એ તો રહે છે
લોભ મોહની માયામાં જ્યાં એ રમે છે, પ્રભુથી દૂર એ તો રહે છે
મનના મણકા ફેરવી ફેરવી, જીવનમાં ના એ હૈયાંમાં શાંતિ પામે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)