દેવો ના હતો કિસ્મત સાથ જો તારે મને તો જીવનમાં
રચાવ્યા જીવનમાં સોનેરી સપનાઓ તો તે શાને કાજે
મારીને ઘા તોડયાં તેં સપનાઓ, દીધો ભંગાર એનો હાથમાં
દુઃખદર્દમા વિંટી જીવનને, રચાવ્યા સોનેરી સપનાઓ શાને કાજે
હતો કે ના બન્યો દીવાનો તારા દિલનો, શાને દુઃખદર્દનો દીવાનો બનાવ્યો
દ્વિધાઓ કરી ઊભી જીવનમાં, શાને મને એમાં તો અટવાવ્યો
મારા દિલની દાસ્તાન, છે કિસ્મત એ તો તારા કારસ્તાન
કિસ્મત હતું તું તો મારું, શાને મારા જીવનને ઠોકરે ચડાવ્યું
તોડી જીવનના સપનાઓ, શાને મને તેં નિરાશ બનાવ્યો
ગાવી છે મહત્તા જીવનમાં પ્રભુની, બાંધી મને શાને એમાં રાખ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)