વર્તમાન બની જાશે જ્યાં પાંગળો, ભવિષ્ય ચોધાર આંસુએ રડશે
વર્તમાન જીવનમાં જે ના સાચવી શક્યાં, થાશે ભવિષ્ય કેવું, ના સમજાશે
સજાગ રહેશે જે વર્તમાનમાં, ના ભવિષ્ય એને તો સતાવશે
ભૂતકાળ તો છે અનુભવની સીડી, વર્તમાન પરિશ્રમ તો માંગશે
નાદાનિયત એમાં તો જે કાઢશે, થાશે શું એમાં, ભવિષ્ય એ કહેશે
હટાવી ડર, વર્તમાનમાં સાચી રીતે જીવશે, ભવિષ્ય ઉજવળ એનું રહેશે
હશે ભૂતકાળ જેનો નબળો, વર્તમાન સુધારી તો એને શકશે
ધીરે ધીરે વર્તમાનમાં સાચા પગલાં લેશે, ભવિષ્ય સુધરી જાશે
પૂર્વના કર્મો હશે સારા કે માંઠા, વર્તમાન પર અસર પાડશે
દર્દ ને દર્દ જીવનમાં જો ઘૂંટયા કરશે, જીવન દર્દમય બની જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)