Hymn No. 275 | Date: 24-Nov-1985
|
|
Text Size |
 |
 |
હૈયેથી તને પોકારું તું મૌન થઈને બેસે, માડી, એ વાત મને મંજૂર નથી (2) હૈયે દર્શનનો તલસાટ વધે, તું દર્શન દેવાનું ટાળે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) તારી પાસે હાથ ફેલાવી માગું, ને તું આપે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) તારા વિચારોમાં ડૂબું, ત્યારે બીજા વિચારો આવે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) પરિસ્થિતિ જાણીને મારી, તારી આંખમાં આંસુ આવે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) સંકટ કાપવા મારા, તું જો ત્રાસ ઉઠાવે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) હરવખત હરચીજમાં, રૂપ તારું જો ન દેખાયે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) સંયોગ વિયોગના સાથમાં, જો સાથ તારો ન દેખાય, માડી, એ તો વાત મને મંજૂર નથી (2) તારી ઇચ્છા વિરૂદ્ધ, જો મારું એક પણ પગલું પડે માડી, એ તો વાત મને મંજૂર નથી (2) તારી મારી વચ્ચે માડી, તારી માયા જો પડદો પાડે, માડી, એ તો વાત મને મંજૂર નથી (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|