બાંધી દીવાલો આસપાસ એની ખુદ તો ખુદનો કેદી બન્યો
બાંધી મજબૂરીની દીવાલો આસપાસ, ખુદ કેદી એમા એનો બન્યો
ના બની શક્યો સ્વતંત્રતાનો સૈનિક, ખુદ કેદી એમા એનો બન્યો
ના દીવાલો તોડી શક્યો, બહાર નીકળી શક્યો, ખુદ એનો એમા કેદી બન્યો
દીવાલો બની ગઈ ત્યાં સૃષ્ટિ એની, ખુદ કેદી એમાં તો એનો બન્યો
જગ બધું સમાયું જ્યાં એની દીવાલોમાં, ખુદ જ્યાં ખુદનો કેદી બન્યો
નીકળવાની ઉમ્મીદોં ભરી, દીવાલો વ્હાલી બની, ખુદ ત્યાં ખુદનો કેદી બન્યો
પ્રેમ દીવાલોની અંદર રહ્યો, ના દીવાલો વટાવી શક્યો, ખુદ જ્યાં ખુદનો કેદી બન્યો
છૂટયાં બીજા બંધનો, ના એના બંધનમાથી છૂટયો, ખુદ તો જ્યાં ખુદનો કેદી બન્યો
હરેક શ્વાસ અથડાયા દીવાલોને, ના દીવાલો તોડી શક્યા, ખુદ જ્યાં ખુદનો કેદી બન્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)