ભાવોની નિસરણી ઉપર, ચડઊતર કરી રહ્યાં છે જ્યાં હૈયાં
અધીરા બની ગયા જ્યાં નયનો, આતુર બની ગયા ત્યાં હૈયાં
રસહીન બની ગયા તો જીવન, જ્યાં દુઃખના ધામ બની ગયા હૈયાં
આનંદની ફૂટી મુખ પર રેખાઓ, જ્યાં સંતોષી બની ગયા હૈયાં
ઉથલપાથલ ગઈ મચી જીવનમાં, ઇર્ષ્યાની આગમાં જલ્યાં જ્યાં હૈયાં
મુસીબતોમાં પડયા ત્યાં જીવન, ઇચ્છાઓના પૂરમાં તણાયા જ્યાં હૈયાં
પ્રગટી ક્રોધની તો જ્યાં જ્વાળા, શાંત ના રહી શક્યા ત્યાં હૈયાં
રોગને રોગમાં ડૂબ્યાં જ્યાં તનડાં, દુઃખીને દુઃખી રહ્યાં ત્યાં હૈયાં
ભાવોની સીડીએ ચડયા જ્યાં સીધા, પ્રભુને ભેટવા પહોંચ્યાં ત્યાં હૈયાં
અધીરા બન્યા તો જ્યાં પ્રભુને ભેટવા, કુણા બન્યા ત્યાં હૈયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)