રહ્યાં પીવરાવતા પ્યાલા નયનોના શરાબના, રાખવો કાબૂ હૈયાં પર મુશ્કેલ છે
આવશું ક્યારે તો હોંશમાં, પૂરા જ્યાં મદહોશ તો એમાં બની ગયા છીએ
સમજી હાલત અમારી તમે, કાઢી નથી મીઠી મુખથી તો વાણી તમારી
અગર જો વાણી કાઢતે તમે, થાતે શું હાલત અમારી, કરવી કલ્પના મુશ્કેલ છે
રહ્યાં ના અમે અમારા ભાનમાં, હરી લેવું હવે કયું ભાન તો બાકી છે
દિલ ચાહે છે હવે નિત્ય સહવાસ તમારો, બીજા સહવાસ તો ખટકે છે
દિલ દઈ દીધું જ્યાં તમને, બીજી કઈ દિલાવરીની આશા તમે રાખી છે
અમારું જગ છે જ્યાં હવે તમારામાં, તમારા વિના તો જગ સૂનું છે
ગાંડપણ ગણો કે મહોબત ગણો, જગમાં હાલત અમારી તો એવી છે
દિલ પર હાથ રાખી, દિલથી તો કહીએ અમે, કાબૂ દિલ પર રાખવો મુશ્કેલ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)