તારીને મારી વાતો પ્રભુ, કરજે ના એને તું કિસ્મતને હવાલે
કર્યું છે જો તમે, ભોગવો તમે, કિસ્મત તો આ એક જ ન્યાયે ચાલે
કર્યા કર્મો તો ભાવોથી ખેંચાઈ, આજે ભાવોમાં તો બદલી આવી છે
કિસ્મત આંખે પાટો બાંધી ન્યાય તોલે, ના પાટો ખોલવા એ તૈયાર છે
રહેવું છે પ્રભુ તારા આધારે, ધકેલી ના દેતો અમને કિસ્મતને આધારે
મનને દિલ તો સોંપ્યા પ્રભુ તમને, હરેક વર્તનનો અધિકાર તમારો છે
તમારાથી છૂપું નથી કાંઈ અમારું તો પ્રભુ, અમારાથી છુપા શાને રહો છો
સુખદુઃખના તો સંગી બની અમારા, સાથી અમારા તો બન્યા છો
બંધ આંખે ને ખુલ્લી આંખે મળે દર્શન તમારા, ભાવ એવા અમારા છે
કરશો વાર હવે પ્રભુ તો તમે પળેપળમાં તો જ્યાં તમે સમાયા છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)