ખૂણેખાંચરે કરશે કર્મો જે તું
તે પણ સઘળું એને ચોપડે નોંધાતું
પાપો કરતાં જ્યાં નથી અચકાયો તું
ઉપર જ્યારે જશે, તેનો જવાબ આપશે શું
કંઈક કોચવાવીને, મનમાં જ્યાં ફુલાતો તું
એનાથી નથી રહેતું એ બધું અજાણ્યું
જે-જે તારા ભાગ્યમાં રહ્યું છે લખાયું
ભોગવીને એમાંથી, હવે મુક્ત થાજે તું
ભાગ્ય ભોગવવા ના બળાપો કરજે તું
એને ભોગવ્યા વિના તારું વળશે શું
હકીકતો ક્યાં સુધી છૂપી રાખશે તું
કર્મો જ્યાં પોકારશે તારાં, ત્યાં કરશે શું
બને એટલું હવે પુણ્ય ભેગું કરી લેજે તું
ફરી-ફરી આવો મોકો મળશે તને શું
દુનિયાની ઝંઝટ છોડી, પ્રભુને ભજી લેજે તું
માનવદેહ ફરી-ફરી મળશે તને શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)