કર્યા ગુનાઓ છૂટવું નથી, તોયે શિક્ષા તો સહન થાતી નથી
દર્શનમાં વાર લગાવો છો પ્રભુ, શિક્ષામાં વાર કેમ લગાડતા નથી
કહી કેમ શકીએ, દરિયા દિલના દિલમાં તમારી કોઈ ખારાશ નથી
હૈયું તમારું છે મધૂરું ને મીઠું, જગમાં ઉપમાં એની જડતી નથી
જગ છે એક બિંદુ તમારું, એ બિંદુમાં અમારી કોઈ વિસાત નથી
એવી આ નગણ્ય હસ્તીના હૈયાંમાં, અહંની તો કોઈ કમી નથી
કરીએ ના ગુનાઓ, છે જરૂર તો કૃપાની શિક્ષાની કોઈ જરૂર નથી
શું દિલ વિનાની દઈએ છીએ દાવત તમને, તમે હજી આવ્યા નથી
એકવાર મળીને સમજાવો અમને ગુનાઓ તો અમારે કરવા નથી
સાચવી સાચવી ચાલીએ જગમાં, ગુનાઓ થયા વિના રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)