|
View Original |
|
સંસારના તાપથી તપાવીને માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
તારી નિર્મળતામાં મને સદા નવરાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
હૈયે તારા મિલનની આશા જગાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
હૈયામાંથી મારા દુર્ગુણોને દબાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
હૈયામાં મારા શુદ્ધ ભાવો ભરાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
કામક્રોધ મારા હૈયાના સમાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
મારા વિચારોને સદા તારામાં ડુબાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
તારી મૂર્તિને સદા હૈયામાં મારા સમાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
સુખદુઃખમાં સદા તને યાદ કરાવી માડી
મારી ભક્તિનો રંગ તું પાકો કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)