ત્યાં સુધી હું તને, સદા પોકારતો રહીશ
જ્યાં સુધી `મા' તું મુજને દર્શન ના દઈશ
ક્યાં સુધી આ કાજ, કાન તારા બંધ રાખીશ
એક દિવસ કાર્ય કરવા, હાથ તારા છોડી દઈશ
ક્યાં સુધી મિલનની આશ, હૈયે જગાવતી રહીશ
એક દિવસ જરૂર દર્શનની પ્યાસ બુઝાવી દઈશ
ક્યાં સુધી `મા' તું મુજથી દૂર રહેતી રહીશ
જ્યાં તારું નામ મારા હૈયામાં સમાવી દઈશ
ક્યાં સુધી `મા' તારા પ્રેમથી મુજને વંચિત રાખીશ
જ્યાં મારું હૈયું તારા પ્રેમને પાત્ર બનાવી દઈશ
ક્યાં સુધી તું મુજને તુજથી દૂર રાખતી રહીશ
જ્યાં તારું હૈયું મુજને મળવાને તડપાવી દઈશ
ક્યાં સુધી તારી લીલામાં તું મુજને અટવાવી દઈશ
જ્યાં હું તારા શરણે સદા આવી રહીશ
ક્યાં સુધી તારી શેતરંજનું પ્યાદું મુજને બનાવી દઈશ
એક દિવસ જરૂર તું મુજથી હાથ મિલાવી દઈશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)