સરતા સરતા સમય સરતો જાશે, જીવનમાંથી જવાની ભી જવાની
ગઈ જીવનમાંથી એકવાર જવાની, નથી કાંઈ ફરી એ તો આવવાની
એના ઉમંગો ને એની શક્તિ, સાથે સાથે એ તો લઈ જવાની
ગઈ જીવનમાંથી જ્યાં એકવાર, જીવનમાં ફરી નથી એ તો મળવાની
જીવનમાં હોય જ્યાં જોમભરી અને ઉમંગભરી તો એની સવારી
કરવા જેવા કામોની કરી લે જીવનમાં તો એની તો તૈયારી
તન બદનમાં ઊછળતી હોય જ્યાં જવાની, જીવનમાં લેજે મેળ સાધી
જાતા જવાની, ચાહશે કરવા કામો જીવનમાં, મળશે તો ઉપાધિ
દિન પર દિન વીતતા, આવશે બુઢાપો, પડશે વાગોળવી જવાની
સમય સરવાનો, જવાની સરવાની, રહી ના જાય જોજે અધૂરી યાદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)