તનડાંને રે ગમે, મનગમતા મીઠા ભાવતા રે ભોજન
મનડાંને તો ગમે તે જીવનમાં, મનગમતા મીઠા રે ભજન
સ્પર્શે સ્પર્શે રહે તનડું રે કુંવારું, મીઠા સ્પર્શે ઋજુ બને મનડું
મનડું ખેંચે જ્યાં તનડાંને, ત્યાં તનડાંએ પડે તો જાવું
ખેંચે એક બીજા તો એક બીજાને, પડે જ્યાં તો એમણે જાવું
સાધી શકે ના જ્યાં સંમતિ, પડે ત્યાં બીજાએ તો ઘસડાવું
રહી ના શકે એકબીજા બીજા વિના, અંતર રહે તોયે એમાં ઝાઝૂં
ફરે મનડું બધે ભલે જગમહી, અંતે પડે તનડાંમાં આવવું
તનડું બને મસ્ત જગમાં, મળતાં તો એને ભાવતા ભોજન
મનડું તો મસ્ત બને જગમાં, મળે એને જ્યાં મનગમતાં ભજન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)