ઝઝૂમી ઝઝૂમી અન્યાય સામે, ન્યાયની સેજ બિછાવીશું
નીંદર સુખની અમે એમાં તો લેશું (2)
ઝઝૂમતા ઝઝૂમતા ના સંકટનો વિચાર અમે તો કરીશું
કુદરતમાંથી શક્તિ અમે અમારી તો મેળવી લઈશું
તન મનના આચારોને જીવનમાં એક અમે તો કરીશું
જરૂર પડે ત્યાં અમે અમારા તીરોનો મારો ચલાવીશું
સાથ મળે ના મળે, કાર્ય અમે અમારું તો ના રોકશું
અન્યાય સાથેની લડત અમારી અમે ચાલુ રાખીશું
દુઃખની ફરિયાદને અમે જીવનમાંથી દેશવટો દઈ દઈશું
ન્યાયની સેજ બિછાવીને જીવનમાં, સુખની નીંદર અમે એમાં લઈશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)