Hymn No. 281 | Date: 04-Dec-1985
|
|
Text Size |
 |
 |
હૈયા કેરો અંધકાર બાળી, જ્ઞાન જ્યોત પ્રગટાવે તું અંબા કેરું નામ ધરી, જગમાં છે જાણીતી તું નામ થકી તારા, માનવના કાર્યો સિદ્ધ કરતી તું સિધ્ધાંબિકા કેરું નામ ધરી, ડીસામાં વસી છે તું ભક્તો કેરાં કામ કરવા, જગમાં જ્યાં ત્યાં ફરતી તું બહુચરા કેરું નામ ધરી, શંખલપુરમાં વસી છે તું માતા આવળના શબ્દો પાળી, પગે ખોડ સ્વીકારે તું ખોડિયાર કેરું નામ ધરી, તાંતણિયા ધરે વસે છે તું કામ ક્રોધ રૂપી હૈયાં કેરાં, ચંડ મુંડને મારે છે તું ચામુંડા નામ ધરીને, ચોટીલા ડુંગરે વસે છે તું હૈયે રહેલ કાળના ડરને, નાશ કરે છે તું મહાકાળી નામ ધરીને, પાવાગઢમાં વસે છે તું જગમાં તારા વિના કાર્ય ના ચાલે, વ્યાપી સઘળે તું ઘર ઘરમાં લક્ષ્મી રૂપે પૂજન થાતું એ છે જાણીતું રૂપ ધરી અનોખા કાર્યો કરી, જગને સમજાવે તું ગુણો તારા હૈયે ધરીને ભજશે, એના સંકટ હરશે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|