માડી તું મનમાં નથી આવતી, માડી તું ચિત્તમાં નથી આવતી
તોયે હે જગ જનની માડી મારી, તારા ભાવમાં અમને ભીંજવી જાતી
સુખ કાજે તલસે આ બાળ તો તારો, ઝલક સુખની ના તોયે મળતી
સુખનો સાગર તો છે જ્યાં તું માડી, તારા ભાવમાં અમને ભીંજવી જાતી
પ્રેમસ્વરૂપ તો છે તું મારી માડી, જગમાં તો રહી છે પ્રેમથી પૂજાતી
પ્રેમનો સાગર તો છે જ્યાં તું માડી, તારા ભાવમાં અમને ભીંજવી જાતી
શક્તિનો સોત છે તું તો મારી માડી, શક્તિની ધારા રહે તું વરસાવતી
શક્તિનો સાગર છે જ્યાં તું માડી, તારા ભાવમાં અમને ભીંજવી જાતી
આનંદ તો છે સ્વરૂપ તારું માડી, સદા આનંદમાં તો તું રહેતી
આનંદનો સાગર છે જ્યાં તું માડી, તારા ભાવમાં અમને ભીંજવી જાતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)